ખાંડ


મોટા ભાગ ના નાનપણથી જ બધા વત્તે -ઓછે અંશે ગળકુડા, પ્રૌઢ અવસ્થા લગી આપણી લલુડી (જીભ) આ ગળપણ ના વળગણ નું સાચવણ કરી શકે છે.

ઈશુ ના જન્મ ના પેહલા ૬૦૦૦ વરસ ની આસપાસ ન્યુ ગુયેનીયા માં શેરડી નું વાવેતર,- થયુ. મુખ્યત્વે ખાંડ શેરડીના રસ, સફેદસુગર બીટ માંથી બને છે . ભારત માં આશરે ૨૦૦૦ વરસ પૂર્વે શેરડી નું વાવેતર. ઈશુ ના જન્મ પછી ની પ્રારંભ ની સદી માં 'ગુપ્ત વંશ ના કાળ માં ખાંડ ના સ્ફટિક બનાવવાનું શરુ થયું.
વિશ્વ માં ખાંડ ના ઉત્પાદન માં બ્રાઝીલ પ્રથમ, , બીજું ભારત . શેરડી માં થી બનતી બીજી પેદાશ ગોળ, ખાંડસરી માં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે.

આજે દેશ માં ૪૫૩ ખાંડ ની મિલો છે , મોટાભાગે સહકારી ધોરણે ચાલે છે. મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત , કર્ણાટક, તમિલનાડુ ,અને આન્ધ્ર પ્રદેશ માં છે કાપડ પછી બીજો મહત્વ નો ઉદ્યોગ, વાર્ષિક ૫૦૦ અબજ રૂપિયા નું ટર્ન ઓવર, દર વરસે ૧૬૦ લાખ ટન નો વપરાસ.

સારી કસદાર ૧૦૦ કિલો શેરડી માંથી ૮ કિલો ચાસણી મળે (સુર્કોસ -સુગર ) કપાયેલી શેરડી ૨૪ કલાક માં જ પીલવી પડે. નહિતર એમાંથી બનેલ ખાંડ નું.સુગર ના બીજા રૂપ માં રસાયણિકરીતે પરિવર્તિત થાય અને સ્ફટિક ન બને
કપાયેલી શેરડી ને પીલાણ માટે પેહલા એની ગાંઠ તોડી, સાંઠા ને સપાટ કરી નાખવા માં આવે છે પછી ખાંચા વાળા ધાતુ ના વજનદાર એવા ત્રણ રોલર વાળાએક એવા ૫-૬ મસીન માં સાઠા પીસાઈ ને રસ નીકળે, પછી બંધ એવા ડીફ્યુ સર માં એકધારા પાણી, અને રસના મારા ની વચ્ચે થી સાઠા ની સવારી માંથી રસ છુટ્ટો પડે. સાઠા પીલાઈ ને જે કુચા, કચરો નીકળે એને બગસ્સે કેહવાય જે મિલ માં ઇંધણ તરીકે કાગળ બનાવવામાં કામ આવે.
રસમાં પાણી ઉમેરી ને ગરમ કરીને એને મિલ્ક ઓફ લાઇમ , ફોસ્ફરિક એસીડ થી ટ્રીટ મેન્ટ આપે જેથી અશુદ્ધિઓ , કચરો છુટ્ટી પડી સપાટી ,મિશ્રણ માં તરતી રહે , પછી સલ્ફર ડાયોકસાઇડ થી ટ્રીટ કરી ને , એને ક્લેરીફાયર માં ફ્લોક્યુંલ્ટ નાખવાનું જેથી તરતા પદાર્થો તળીયે બેસી જાય, ઉપરનું પ્રવાહી પારદર્શક , ચોક્ખું બને .
આ પ્રવાહી ને ચાસણી માં રૂપાંતરિત કરવા અડોઅડ આવેલા સંખ્યા બંધ વેસલ માં વરાળ થી પાણી ને ઉડાડવા માં આવે છે પછી સલ્ફર ડાયોકસાઈડથી બ્લીચ કરી ને વેક્યુમ પાન માં મોકલવામાં આવે છે ત્યાં એને સુપર સેચ્યુરેશન લગી ઘટ્ટ કરાય છે છેવટે ખાંડ ના સ્ફટિક બનવાનું ચાલુ થાય છે. આ ક્રિયામાં ઉષ્ણતામાન ,પાણી અને ચાસણીનું પ્રમાણ માફકસર હોવું અતિ મહત્વ નું છે. આ સ્ટેજ લગી ખાંડ મોલાસીસ થી અલગ નથી પડી હોતી, કત્થાઇ રંગની, અસુદ્ધ હોય છે એને રો -સુગર કે brown સુગર કહે છે. (મિત્રો હેરોઈન વાળી બ્રાઉન સુગર જુદી જો કે બેય ધીમા ઝેર જ છે) આ આપણી રો -સુગર નિર્યાત થાય છે. જ્યાં જરૂર હોય ત્યાં પછી પ્રકિયા થઇ ને white ખાંડ માં પરિવર્તિત થાય છે,
રો -સુગર ના મિશ્રણ ને સેન્ટ્રીફૂગ્લ ફોર્સ થી ફેરવતા એમાંથી ખાંડ ના સ્ફટિક, મોલાસીસ છુટ્ટા પડે છે. મોલાસીસ દારૂ , ઇથાય્લ આલ્કોહોલ, ઇંધણ બનાવવા કામ આવે છે. સ્ફટિક ને સુકવી ને એને ૫૦/૧૦૦ kg ની બેગ માં પેક કરાય છે.
ખાંડ મિલઉદ્યોગ અતિ પ્રદુષણ પ્રદાન તરીકે કુપ્ર્ખ્યાત એને 'Red' વર્ગીકૃત કરેલો છે ભારત સરકારે કદ ,કલર પ્રમાણે ખાંડ ને નંબર આપ્યા છે L-૩૦ M-૩૦, S-૩૦, L-૩૧, M-૩૧ , S-૩૧ , L-૩૧ સૌથી સારી કહેવાય છે.
દેશની મુખ્ય પાંચ મિલ, બજાજ હિન્દુસ્તાન, (વિશ્વની ચોથી), બલરામપુર ચીની ,આન્ધ્ર સુગર ,ધરમપુર સુગર , થીરુ અરૂરણ , ગુજરાતની બારડોલી ની મોટી છે. પંજાબ માં હવે સફેદ બીટ માં થી સુગર ફ્રી ખાંડ બનશે જે શેરડી ની ખાંડ કરતા વધારે મીઠી હોય પંજાબ, ગુજરાત ની જેમ ડાયાબીટીસ ની રાજધાની છે , એટલે ત્યાના ખેડૂતો અને મધુપ્રમેહ ના દર્દીઓ પણ આનંદો
ચીની રૂપેરી પડદે પણ ચમકી.
ચીની કમ માં . ટુચકા માં પણ કોઈ દીવા સ્વપ્ન માં રાચતા હોય, ડંફાસ હાંકતા હોયતો ''કહે ' તમે ખાંડ ખાવ છો, ખાંડ ' અથવા કોઈ ક્યારની લમણા ઝીક કરતો હોય તો 'દિમાંગ ની પત્થર ખાંડ માં ' હવે તો ખાંડ ની બદલે આર્ટિફીશીય્લ સ્વીટનર આસપ્રમેટ, Splenda Sucralose મળે છે આ sucralose ઝિરો કેલરી ,પણ મીઠાસ માં ખાંડ કરતા ૬૦૦ ગણી વધારે આના ઉત્પાદક Tate & LYE US ને અહીં ની એક કંપની ચારેક વરસ પેહલા ઇન્ડિયા માં એજેંટ હતા આ માં આપણા ભારત ના ઘણા સાયન્ટીસ્ટ કામ કરે છે.
મિત્રો. નવાઈ ની વાત એ છે કે આ sucralose બને છે ખાંડ માં થી જ ત્રણ .-OH ગ્રુપ ને ક્લોરીન ગ્રુપ થી સબસીટ્યુટ કર્યા
હજી પણ આપણી એવી માનસિકતા ખરી કે ગળ્યું એટલું ખ્પ્યું , બાકી બધું બળ્યું....
મારા કેટલાયે એવા ઓળખીતા છે કે જે પ્રસંગે મીઠી ઝાપટવા આગોતરા /પાછોતરા વધારાના ઇન્સુલીન /દવા ના ડોઝ લઇ લે છે.
ક્યાંક વાચેલું...
"બેધારી તલવારઃ હાલત કફોડી છે. ભાવતું ભોજન મળે તો મરવા જેવું ન થાય પણ ન ભાવતું ખાવું પડે તો મરવા જેવું થાય. પરંતુ મરવા જેવું ન થવા દેવું હોય તો જે ન ભાવતું હોય તે જ ખાવું પડે, ભલે ને એમાં મરવા જેવું થતું હોય! '"
(ધીરેન છાયા)

No comments:

Post a Comment